RPF Constable Final Result 2026: રેલવે સુરક્ષા દળ (RPF) માં કોન્સ્ટેબલ તરીકે દેશની સેવા કરવા માંગતા ઉમેદવારો માટે લાંબા સમય બાદ ખુશીના સમાચાર આવ્યા છે. રેલવે ભરતી બોર્ડ (RRB) દ્વારા CEN 02/2024 જાહેરાત ક્રમાંક હેઠળ લેવાયેલી કોન્સ્ટેબલ (એક્ઝિક્યુટિવ) પરીક્ષાનું અંતિમ પરિણામ (Final Result) આજે 16 ફેબ્રુઆરી 2026 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 4,205 ઉમેદવારો ને ફાઈનલ પેનલ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. જે ઉમેદવારોએ CBT પરીક્ષા, શારીરિક કસોટી (PET/PMT) અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સફળતાપૂર્વક પાસ કર્યું હતું, તેઓ હવે તેમનો રોલ નંબર આ લિસ્ટમાં ચેક કરી શકે છે.
RPF Constable Final Result 2026 Overview
RPF Constable Selection Process (પસંદગીના તબક્કા)
આ ભરતી પ્રક્રિયામાં અંતિમ પસંદગી સુધી પહોંચવા માટે ઉમેદવારોએ નીચે મુજબના તબક્કાઓ પૂર્ણ કર્યા છે:
- CBT (લેખિત પરીક્ષા): માર્ચ 2025 માં યોજાયેલ ઓનલાઇન પરીક્ષા.
- PET / PMT (શારીરિક કસોટી): 13 નવેમ્બર થી 6 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલ ફીઝીકલ ટેસ્ટ.
- Document Verification: તમામ દસ્તાવેજોની ચકાસણી.
- Final Panel List: 16 ફેબ્રુઆરી 2026 ના રોજ જાહેર થયેલ ફાઈનલ લિસ્ટ.
RPF Constable Final Result 2026 PDF કેવી રીતે ચેક કરવી?
ઉમેદવારો નીચેના સ્ટેપ્સ ફોલો કરીને પોતાનો રોલ નંબર ચેક કરી શકે છે:
- સૌ પ્રથમ રેલવેની સત્તાવાર વેબસાઇટ અથવા તમારા ઝોનની RRB સાઇટ પર જાઓ.
- ત્યાં “Final Panel List for CEN 02/2024” લિંક પર ક્લિક કરો.
- તમારી સામે એક PDF ફાઇલ ડાઉનલોડ થશે.
- આ PDF માં તમારો 13 આંકડાનો રોલ નંબર સર્ચ કરવા માટે Ctrl+F નો ઉપયોગ કરો.
- જો તમારો રોલ નંબર લિસ્ટમાં છે, તો તમે પ્રોવિઝનલી પસંદ થયા છો.
JEE Main Result 2026 જાહેર: સેશન 1 સ્કોરકાર્ડ લિંક એક્ટિવ, અહીંથી ચેક કરો તમારું રિઝલ્ટ
RPF Constable મહત્વની સૂચનાઓ (Important Points to Note)
- મેરિટ ક્રમ: આ લિસ્ટ મેરિટ મુજબ નથી, પરંતુ રોલ નંબર મુજબ ચડતા ક્રમમાં (Ascending Order) ગોઠવવામાં આવ્યું છે.
- મેડિકલ તપાસ: પસંદ થયેલા ઉમેદવારોએ હવે આગામી તબક્કે મેડિકલ પરીક્ષણ માટે હાજર રહેવાનું રહેશે, જેની જાણકારી અલગથી આપવામાં આવશે.
- સાચવજો: રેલવે દ્વારા ઉમેદવારોને એજન્ટો અને છેતરપિંડી કરનારા લોકોથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે. આ પસંદગી માત્ર મેરિટ અને કોમ્પ્યુટર સિસ્ટમ પર આધારિત છે.
RPF Constable Result 2026 Important Links
ડાઉનલોડ કરવા માટે નીચેની ટેબલ જુઓ:
RPF Constable Result FAQ – વારંવાર પૂછાતા પ્રશ્નો
RPF કોન્સ્ટેબલ 2026 માં કુલ કેટલા ઉમેદવારો પાસ થયા છે?
ફાઈનલ મેરિટ લિસ્ટમાં કુલ 4,205 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.
શું આ RPF Constable Result લિસ્ટ મેરિટ મુજબ છે?
ના, આ લિસ્ટમાં રોલ નંબર ચડતા ક્રમ (Ascending Order) માં ગોઠવવામાં આવ્યા છે.
RPF કોન્સ્ટેબલ 2026 નું પરિણામ ક્યારે જાહેર થયું?
આ પરિણામ 16 ફેબ્રુઆરી 2026 ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.








1 thought on “RPF Constable Final Result 2026 જાહેર: 4205 ઉમેદવારોની યાદી, અહીંથી ડાઉનલોડ કરો PDF Gujarati”