---Advertisement---

Gujarat PSI Syllabus 2026 PDF Download: પીએસઆઈ નવો અભ્યાસક્રમ અને પરીક્ષા Pattern

Gujarat PSI Syllabus 2026 New Exam Pattern PDF Download
---Advertisement---

Gujarat PSI Syllabus 2026: શું તમે પણ ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર (PSI) બનીને ખભા પર બે સિતારા લગાવવા માંગો છો? જો હા, તો તમારે સૌથી પહેલા નવી પરીક્ષા પદ્ધતિને સમજવી પડશે. વર્ષ 2026 ની આ ભરતીમાં જૂના કાયદાઓ અને પરીક્ષાની રીત બદલાઈ ગઈ છે. હવે માત્ર મહેનત નહીં પણ ‘સ્માર્ટ વર્ક’ કરનાર જ સફળ થશે. Gujarat Police PSI Exam Syllabus 2026 તમે Niche આપેલી Link thi pdf Download કરી શકો છો?.

​આ લેખમાં અમે ઓફિશિયલ નોટિફિકેશનના આધારે PSI Syllabus 2026 Pdf નું ઊંડું વિશ્લેષણ કર્યું છે, જેથી તમને તૈયારી કરવામાં કોઈ મૂંઝવણ ના રહે.

Gujarat PSI Exam Pattern 2026: પરીક્ષાનું નવું માળખું

​નવા નિયમો મુજબ હવે પ્રિલિમ અને મેઈન્સ એમ અલગ અલગ પરીક્ષાને બદલે મુખ્ય બે પેપર લેવામાં આવશે. શારીરિક કસોટી હવે માત્ર ક્વોલિફાઇંગ છે, એટલે કે તેના માર્ક મેરિટમાં ગણાશે નહીં.

પેપર નંબર વિષય અને પ્રકાર કુલ ગુણ
Paper – 1 General Studies (MCQ) 200 ગુણ
Paper – 2 Gujarati & English (Descriptive) 100 ગુણ
કુલ લેખિત પરીક્ષાનું મેરિટ 300 ગુણ

પેપર-1: જનરલ સ્ટડીઝ (MCQ Test) – 200 ગુણ

​આ પેપર બે ભાગમાં વહેંચાયેલું છે. દરેક ખોટા જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે.

Part – A (100 ગુણ)

  1. Reasoning and Data Interpretation: 50 ગુણ
  2. Quantitative Aptitude (ગણિત): 50 ગુણ

Part – B (100 ગુણ)

  • ભારતીય બંધારણ અને જાહેર પ્રશાસન: 25 ગુણ
  • ઈતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો: 25 ગુણ
  • કરંટ અફેર્સ અને જનરલ નોલેજ: 25 ગુણ
  • સામાન્ય વિજ્ઞાન અને પર્યાવરણ: 25 ગુણ

પેપર-2: ભાષાકીય કૌશલ્ય (વર્ણનાત્મક – Descriptive) – 100 ગુણ

​આ પેપરમાં તમારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે (MCQ નહીં). આ પેપર પાસ કરવું ખૂબ જ અનિવાર્ય છે.

વિભાગ-A: ગુજરાતી ભાષા (50 ગુણ)

  • નિબંધ લેખન: 30 ગુણ (આપેલ વિષયોમાંથી કોઈ એક પર 350 શબ્દોમાં)
  • સંક્ષિપ્તીકરણ: 10 ગુણ (આપેલ ફકરાનો ત્રીજો ભાગ)
  • વિચાર વિસ્તાર: 10 ગુણ

વિભાગ-B: અંગ્રેજી ભાષા (50 ગુણ)

  • Essay Writing: 30 Marks
  • Precis Writing: 10 Marks
  • Comprehension: 10 Marks

શારીરિક ક્ષમતા કસોટી (Physical Test)

​PSI બનવા માટે પહેલા આ કસોટી પાસ કરવી જરૂરી છે, પરંતુ તેના માર્ક મેરિટમાં ગણવામાં આવશે નહીં.

  • પુરૂષો: 5000 મીટર દોડ – 25 મિનિટમાં
  • મહિલાઓ: 1600 મીટર દોડ – 9 મિનિટ 30 સેકન્ડમાં
  • એક્સ-સર્વિસમેન: 2400 મીટર દોડ – 12 મિનિટ 30 સેકન્ડમાં

​Gujarat PSI Syllabus 2026 તૈયારી માટે ખાસ ટિપ્સ

  1. ગણિત અને રીઝનીંગ: પેપર-1 માં 100 માર્કસ માત્ર આ બે વિષયોના છે. દરરોજ 2 કલાક પ્રેક્ટિસ કરો.
  2. બંધારણ: પીએસઆઈ માટે બંધારણ પાયાનો વિષય છે, તેની કલમો અને સુધારા મોઢે કરો.
  3. લખાણની પ્રેક્ટિસ: પેપર-2 વર્ણનાત્મક હોવાથી દર અઠવાડિયે એક નિબંધ લખવાની આદત પાડો.

મહત્વની લિંક્સ Gujarat PSI Syllabus 2026

ડાઉનલોડ વિગતડાયરેક્ટ લિંક
PSI Official Syllabus PDF Linkડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી (OJAS)https://ojas.gujarat.gov.in/
અમારી ટેલિગ્રામ ચેનલજોડાવા માટે અહીં ક્લિક કરો

FAQ – PSI Syllabus Exam Pattern 2026 Gujarat

શું પીએસઆઈ ની પરીક્ષામાં કાયદો પૂછાશે?

ના, ૨૦૨૬ ના નવા અભ્યાસક્રમ મુજબ લેખિત પરીક્ષાના મુખ્ય અભ્યાસક્રમમાંથી કાયદો વિષય કાઢી નાખવામાં આવ્યો છે.

Psi પાસ થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્કસ જોઈએ?

દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત છે.

લેટેસ્ટ અપડેટ અને મટીરીયલ માટે વિઝિટ કરતા રહો: GujaratSarkariJob.Com Daily Tame

Join WhatsApp

Join Now

---Advertisement---

Leave a Comment